ગુજરાત સરકાર પરિવહન નિગમ (GSRTC) દ્વારા આજે બસ ના ભાડામાં વધારાની જાહેરાત કરી છે.આ વધારો ઘણા વર્ષો બાદ કરવામાં આવી હોય તેમ જણાય છે. વર્ષ 2014 માં એસ ટી માં ભાડામાં વધારો કર્યો હતો, ત્યારબાદ 2023 માં 9 વર્ષ બાદ આ વધારો કરવામાં આવ્યો છે. આ પોસ્ટ માં gsrtc માં નવા ભાવ વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું.
આર્ટિકલ | GSRTC New Fair rate |
કેટેગરી | Rate |
ભાવ વધારો | 25% વધારો |
જૂનો ભાવ લોકલ | 64 પૈસા/km |
નવો ભાવ લોકલ | 80 પૈસા/km |
એસ ટી બસ નું નવું ભાડું કેટલું?
Gsrtc ના જણાવ્યા મુજબ એસ ટી નું નવું ભાડું દર km પર કરવામાં આવ્યું છે. જે મુજબ નીચે ભાવ આપેલા છે.
લોકલ ભાડુ : અગાઉ – 64 પૈસા/Km, હાલ – 80 પૈસા/km
એકસપ્રેસ ભાડુ : અગાઉ – 64 પૈસા/km , હાલ – 85 પૈસા/km
નોન એસી સ્લીપર : અગાઉ – 62 પૈસા/km , હાલ – 77 પૈસા/km
આ વધારો જોવા જઈએ તો અન્ય રાજ્યો કરતાં ઓછો છે, 2003 ના ઠરાવ મુજબ ગુજરાત સરકારે મોંઘવારી ભથ્થા, ડીઝલ, ટાયર અને ચેસીસ ના ભાવ માં વધારો આવતા આ વધારો કરવામાં આવ્યો છે. આ વધારો કુલ 25% જેટલો કહી શકાય.
GSRTC ના નવા ભાવ 1 ઓગસ્ટ થી જ લાગુ થઈ જશે, જે મુજબ દરેક ને આ ભાવ મુજબ મુસાફરી કરવાની રહશે.
GSRTC નવી પ્રગતિ
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે કહ્યું છે કે, ગુજરાત સરકાર દ્વારા (GSRTC) નિગમને મહત્તમ આર્થિક સહાય કરી સ્વનિર્ભર બનવાના કામ કર્યા છે. જેના ભાગરૂપે ભારતમાં પ્રથમ વખત B.S 6 ના 2320 જેટલા નવા વાહનો મુક્વામાં આવ્યા છે. GSRTC દ્વારા ભારતમાં પ્રથમ વખત એરપોર્ટ જેવા બસ પોર્ટ આપવામાં આવ્યા છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ ,પાલનપુર, ભરુચ વગેરે જેવા અદ્યતન બસપોર્ટ શરૂ છે તથા નજીકના ભવિષ્યમાં વધુ બસ પોર્ટ મુસાફરોની મદદમાં મુકવાની કામગીરી પ્રગતિ હેઠળ ચાલુ છે.
નવો વધારો | અહી ક્લિક કરો |
HOME | અહી ક્લિક કરો |
Gsrtc કેટલો ભાવ વધારો કર્યો?
કુલ 25% જેટલો ભાવ વધારો થયો છે.
નવા એસ ટી ભાવ ક્યારથી લાગુ થશે.
નવા ભાવ 1 ઓગસ્ટ 2023 થી લાગુ થશે.
Gsrtc નું ફૂલ ફોર્મ?
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ છે.
લોકલ્લ ભાડામાં કેટલો વધારો થયો?
લોકલ ભાડુ : અગાઉ – 64 પૈસા/Km, હાલ – 80 પૈસા/km